અમરેલી શહેરમાં ગુરુદત્ત પેટ્રોલપંપ નજીક ઊભા રાખેલા એક ટ્રકમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મૂળ દાહોદના અને હાલ નાના આંકડીયા ખાતે રહેતા જામસિંગભાઈ પનજીભાઈ ડામોરની માલિકીનો અશોક લેલન્ડ કંપનીનો ટ્રક (રજી. નં. GJ-03-V-7979) તેમના ડ્રાઇવર ઉર્મિલભાઈએ ગુરુદત્ત પેટ્રોલપંપ પાસે પાર્ક કર્યો હતો. આ દરમિયાન ટ્રકમાં અચાનક આગ લાગી જતાં બોનેટ તેમજ ડાગળાનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. આ બનાવ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસે જાણવાજોગ નોંધ કરી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.