દામનગર પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. એન. જી. જાડેજાની અધ્યક્ષતામાં આગામી નવરાત્રી મહોત્સવને અનુલક્ષીને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નવરાત્રી આયોજકો, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ, પાલિકા સદસ્યો, વેપારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
પી.આઈ. જાડેજાએ સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની અસામાજિક કે અનિષ્ટ
પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. દરેક ગરબા મહોત્સવ સ્થળે ‘ઓન બોડી કેમેરા’ સાથે સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસ તૈનાત રહેશે. ટ્રાફિક અને રોમિયોગીરી કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. આયોજકોને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત પોલીસનું ધ્યાન દોરવા તાકીદ કરવામાં આવી છે.