અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિરજી ઠુંમરનું અમરેલી ખાતે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને પોતાના ગામમાં રહી સારવાર લઈ રહ્યા હતા. વિરજી ઠુંમરની અંતિમયાત્રા સાંજે ૫ાંચ વાગ્યે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી. અંતિમયાત્રામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ જાડાયા હતા. વિરજી ઠુંમરે રાજકીય ક્ષેત્ર ઉપરાંત વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ મહત્વની સેવા આપી હતી. કોંગ્રેસના સંગઠન અને સ્થાનિક રાજકારણમાં લાંબા સમયથી સક્રિય રહેલા ઠુંમરની આક્રમક રાજકીય શૈલીને કારણે તેમની અલગ ઓળખ ઉભી થઈ હતી. તેઓ ત્રણ ટર્મ ધારાસભ્ય અને એક ટર્મ સાંસદ રહ્યા હતા. પુત્રી જેનીબેન ઠુંમરે અશ્રુભરી આંખે પિતા વિરજીભાઈ ઠુંમરની અર્થીને કાંધ આપી હતી. સ્વ. વિરજીભાઈ ઠુંમરની અંતિમ યાત્રામાં અમરેલી સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી રાજકિય અને સામાજીક અગ્રણીઓ ઉપÂસ્થત રહ્યા હતા.