બગસરા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડી સહિતની રોમાંચક રમતોનું ભવ્ય આયોજન એલ.કે. બાબરીયા હાઈસ્કુલ, હામાપુર ખાતે ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લઈને પોતાની ખેલ પ્રતિભાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા રમત ગમત અધિકારી પૂનમબેન કુમકિયા, મેઘાણી હાઈસ્કુલના આચાર્ય વિનોદભાઈ જેઠવા, તાલુકા કન્વીનર મનોજભાઈ મહીડા, હામાપુર હાઈસ્કુલના આચાર્ય વિપુલભાઈ તેમજ વિવિધ શાળાઓના આચાર્યો અને વ્યાયામ શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ રમતોત્સવે ગ્રામ્ય અને શહેરી યુવા ખેલાડીઓને પોતાની કુશળતા દર્શાવવા માટે ઉત્તમ મંચ પૂરું પાડ્‌યું હતું. અંતમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ વિજેતા અને સહભાગી ખેલાડીઓને બિરદાવી ભવિષ્યમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.