ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત વિકસિત ભારત ૨૦૪૭-સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત
વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મેઘાણી હાઈસ્કૂલની ધોરણ ૧૨ સાયન્સની વિદ્યાર્થીની પ્રીતિ કાનજીભાઈ ડાબસરાએ સમગ્ર અમરેલી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. પ્રીતિ ડાબસરાએ એ
વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યુ હતું. તેની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.