ચહેરાની સુંદરતા માત્ર મેકઅપ થી જ નથી નિખરતી, બલ્કે ચહેરાનો આકાર પણ મુખ્ય ભાગ ભજવે છે. એટલે, એ બહુ જરૂરી છે કે તમે તમારા ચહેરાના આકાર મુજબ મેકઅપ કરો.. જેથી તમે લાગો.. ગોર્જિયસ..!
ગોળ ચહેરો
મેકઅપઃ મેકઅપ દરમિયાન ત્વચા સાથે મેળ ખાતા ફાઉન્ડેશનનો ઉપયોગ કરો. ગાલની બહાર ઘેરા (ડાર્ક) શેડનું ફાઉન્ડેશન લગાવો, પછી બ્લશર લગાવો જેથી ગાલ થોડા ઉભરેલા લાગે. ચીકબોન પર આઇશેડો ઇયર લગાવીને હાઇલાઇટ કરો. ગોળ ચહેરા પર થોડુંક મોટું લાઇનર સારું લાગે છે, એટલા માટે બે શેડ માં લાઇનર લગાવો. હાઇ પર લાઇટ (આછો) શેડની નેચરલ લિપસ્ટિક લગાવો.
હેરઃ આપના ફેસ પર બોબ કટ હેરસ્ટાઇલ વધુ જચશે. જો બોબ કટ ન રાખવા ઇચ્છતા હો, તો નાના હેર રાખો. તમે સાઇડ ર્પાટિંગ કરીને અને વાળને ખુલ્લા રાખીને પણ હેરસ્ટાઇલ બનાવી શકો છો.
જ્વેલરીઃ આપના ફેસ પર પર્લ જ્વેલરી વધુ સારી લાગશે, એ માટે લોંગ પર્લ નેકલેસ પસંદ કરો કે પછી લોંગ ઇયરરિંગ્સ પહેરો.
લાંબો ચહેરો
મેકઅપઃ જો ચહેરો લાંબો હોય તો ત્વચા સાથે મેચ થતું ફાઉન્ડેશન લગાવો. માથા અને ગાલ પર આછો ડાર્ક શેડનું ફાઉન્ડેશન લગાવો, પછી બ્લશર લગાવો. બ્લશર વધુ ડાર્ક ન લગાવો. આંખો પર આઇલાઇનર થોડું પાતળું લગાવો. લિપસ્ટિક લગાવતાં પહેલાં હોઠ પર આઉટલાઇન કરો અને પછી બ્રશ દ્વારા લિપસ્ટિક લગાવો.
હેરઃ જો વાળ લાંબા હોય તો હાઇ પોનીટેલ બનાવો કે પછી વાળ થોડા ઓછા લાંબા હોય તો બ્લંટ વિથ ફ્રન્ટ લેયર સ્ટાઇલમાં વાળ રાખો કે પછી માથા પરથી બધાં વાળને સમેટીને પીન કરો.
જ્વેલરીઃ જ્વેલરી પહેરતી વખતે હંમેશાં ઇયરરિંગ્સની પસંદગી કરો અને પહોળા ઇયર રિંગ્સની પસંદગી કરો. લોંગ અને રાઉન્ડ ટોપ્સ પણ લાંબા ચહેરા પર જામે છે.
ઇંડાકાર ચહેરો
મેકઅપઃ આ ફેસ પર હળવો મેકઅપ બહુ જ નિખરી ઉઠે છે, એટલા માટે જ્યારે પણ મેકઅપ કરો તો લાઇટ શેડ્સ જ પસંદ કરો. ફાઉન્ડેશનની પસંદગી ત્વચાના શેડ અનુસાર કરો. બ્લશર થોડું ઓછું લગાવો. આંખો પર લાઇનરને…
…બદલે કાજલનો પણ ઉપયોગ કરો, પછી લાઇટ લિપસ્ટિક લગાવો.
હેરઃ જો વાળ સીધા હોય તો લેયર કટ રાખો, એનાથી ફેસની સુંદરતા વધુ નિખરી ઉઠે છે.
જ્વેલરીઃ આપના ફેસ પર દરેક પ્રકારની જ્વેલરી સારી લાગે છે. હેંગિંગ ઇયરરિંગ્સ આપના ફેસ પર વધુ સારા લાગે છે.
ચોરસ ચહેરો
મેકઅપઃ આ પ્રકારના ચહેરાવાળાઓ એ હંમેશાં ડાર્ક (ઘેરા) રંગનું ફાઉન્ડેશન વાપરવું, પછી બ્લશર લગાવવું. બ્લશર ગાલ થી નીચેની તરફ લઇ જતાં, ઉપરની તરફ લગાવો. આંખોની સુંદરતાને ઉભારી રજૂ કરવા માટે કાજલ કે આઇલાઇનરમાંથી કોઈ એકનો ઉપયોગ કરો, પછી લિપસ્ટિક તમને ગમતી પસંદગીની લગાવો.
હેરઃ આપના ફેસ પર લોંગ હેરકટ વધુ સારા લાગે છે, એટલા માટે સાઇડ કે ફ્રન્ટ ર્પાટિંગ કરીને હેર સ્ટાઇલ્સ બનાવી શકો છો.
જ્વેલરીઃ આપના ચહેરા પર લાંબા ઇયરરિંગ્સ વધુ સારા લાગે છે. જો એ ન પસંદ હોય તો રાઉન્ડ ઇયરરિંગ્સ પણ સારા લાગશે.
































