ગોવા ખાતે યોજાયેલી ૩૭મી વેસ્ટ ઝોન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં ગજેરા કેમ્પસ – વિદ્યાસભા, અમરેલી સંચાલિત જિલ્લા કક્ષાની સ્પોટ્‌ર્સ સ્કૂલના બે ખેલાડીઓએ મેડલ જીતી અમરેલીનું ગૌરવ વધાર્યું છે. સ્પર્ધામાં નકુમ માર્ગી (U-૧૮)એ ૪૦૦ મીટર દોડમાં ૧ઃ૦૧ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, જ્યારે વાઘેલા કિશન (U-૧૪)એ ટ્રાયથ્લોન-છ ઇવેન્ટમાં ૧૯૧૩ પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. આ નોંધપાત્ર સિધ્ધિ બદલ અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા બંને યુવા રમતવીરોનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરાયા હતા. આ સફળતામાં સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરાનું માર્ગદર્શન, ઉત્તમ આધુનિક સુવિધાઓ અને કોચિંગ સ્ટાફની મહેનત નિર્ણાયક રહી છે.