૯મી ગુજરાત સ્ટેટ ટેકવાન્ડો ટુર્નામેન્ટમાં બંને દીકરીઓએ રાજુલા અને અમરેલી જિલ્લાનું નામ રોશન કર્યું. અમદાવાદ ખાતે તા.૨ ઓક્ટોબરે યોજાયેલી ૯મી ગુજરાત સ્ટેટ ટેકવાન્ડો ટુર્નામેન્ટ ગર્લ્સ-૨૦૨૬માં રાજુલાની ટવિશા નીરજકુમાર રાયચાએ ૨૪ કિલો વર્ગમાં દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ મેળવ્યો, જ્યારે ક્ષીરસા ત્રિવેદીએ ૨૨ કિલો વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો. જોગાનુજોગ બંનેના પપ્પાનું નામ નીરજભાઈ છે. બંને માસ્ટર કપિલ સરના માર્ગદર્શન હેઠળ તાલીમ લે છે. પરિવારજનોમાં ખુશી છવાઈ છે.





































