ધારીમાં જમીનમાં જુવાર વાવવા બાબતે ઠપકો આપતાં છરીના ઘા મારવામાં આવ્યા હતા.
રણજીતસિંહ ગોહિલ (ઉં.વ.૪૪)એ પ્રદ્યુમનસિંહ ભીખુભાઈ ગોહિલ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમને જમીનમાં જુવાર વાવવા બાબતે ઠપકો આપી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ પેટના ડાબા ભાગે છરીના બે ઘા મારી ચાર ટાંકા આવે તેવી ઈજા પહોંચાડી હતી. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ
જે. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.