ધોરાજીના ત્રણ દરવાજા પાસે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમાની જાળવણી કરવા માટે સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. પ્રતિમાના ચશ્મામાં તાર વિંટળાયેલો જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા જાહેર સ્થળે આવેલી હોવા છતાં તેની યોગ્ય જાળવણી કરવામાં આવતી નથી. જેથી તંત્ર વાહકો દ્વારા તાત્કાલિક પ્રતિમાની સફાઈ કરી ચશ્મામાં વિંટળાયેલો તાર દૂર કરી પ્રતિમાની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.







































