રાજકોટ-ભાવનગર હાઇવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક મોટરસાયકલ સવારને અજાણ્યા વાહને અડફેટે લેતા તેનું મોત થયું હતું. અકસ્માત બાદ વાહનચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. બાબરા પોલીસે સીસીટીવી, ઈગલ આઈ કેમેરા, પોકેટ કોપ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. બાબરા પોલીસ સ્ટેશનમાં BNS વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે કર્ણકી ગામના હરેશભાઈ ખીમાભાઈ ઘુસડીયા (ઉં.૪૫)ને અકસ્માતમાં ઉપયોગમાં લેવાયેલા વાહન સાથે ઝડપી લીધો હતો.