રાખનાં રમકડાં
‘મને લાગે છે કે, હજીપણ તારી ઈચ્છા મને પામવા માટે કંઈક વધારે પડતી ધનગની રહી છે. આમ મારી સામે જો, બીજી સ્ત્રીની જેમ હું તને ના નથી કહેતી. તારામાં તાકાત હોય તો અત્યારે એ મને ભીંજવી દે, પલાળી દે…! પરંતુ અત્યારે તારા શરીરની હાલત તો જો, તું કંઈ જ કરી શકવા સમર્થ નથી. અને તને સાચી વાત કહું…? તું પહેલાં હતો તેવો અશક્ત અને બળવાન બની જો, પછી આ તારી ભાભી તને પણ બાળકની જેમ સારી રીતે નીત નવી રમત રમાડશે,…’’
‘‘બસ ભાભી બસ, તમે આવું કહ્યું એ મારા માટે ઘણું ઘણું છે. મારાથી વધારે કંઈ કહેવાઈ ગયું હોય તો માફ કરજો. પરંતુ અત્યારે મારી એક નાનકડી એવી ઈચ્છા છે, તમે આ ઈચ્છા પૂરી કરશો…?’’
‘‘તારી એવી કોઈ ઈચ્છા જો શક્ય હશે તો… અત્યારે જ હું જરૂર પૂરી કરીશ, બસ ! ને એટલા માટે તો હું આ જમવાની થાળી લઈ તારી પાસે દોડતી દોડતી આવી છું. બોલ હે હવે, શી ઈચ્છા છે…?’’
‘‘તમે મને સમજજો, કાલે તો હું ચાલ્યો જવાનો છું. મોટી હોસ્પિટલમાં મારી સારવાર કરવામાં કેટલો સમય લાગશે તેનું કંઈ નક્કી છે ? અરે…! મને સારું થશે કે નહીં તેનું પણ કંઈ નક્કી નહીં. એટલે હંમેશાં મને યાદ રહે એવું કંઈ કરવાની મારી ઈચ્છા છે. અત્યારે આ રૂમમાં કોઈ નથી એટલે મારી ઈચ્છા છે કે, તમે તમારા હોઠ મારા હોઠ સાથે બે મિનિટ માટે આપો, બસ…!’’ ને મહેશે તેની આવી ઈચ્છા વ્યક્ત કરતાની સાથે શાંતુએ લડકોય કર્યું;
‘‘મને તો ખબર જ હતી કે તું કાતો મારા હોઠ અને કાં તો મારી છાતી માગીશ. સારું થયું તે મારા હોઠ માગ્યા તે. પરંતુ હોઠ સાથે હોઠ ભીડવાથી કંઈ જવાનું નથી. અને ભલેને તે છાતી માગી હોત તો પણ હું ના ન પાડત. કારણ કે તારા શરીરના બુંદ થકી જ મારું માતૃત્વ શોભી ઊઠશે એવું મને દેખાય રહ્યું છે. એટલે અત્યારની તારી આવી નાની ઈચ્છાને હું ઠુકરાવીશ નહીં, સમજ્યો…? બસ…’’ આટલું બોલતાની સાથે શાંતુ તો સામે જ મહેશની તદ્દન નજીક આવી જઈને વહાલથી મહેશનું માથું બે હાથથી પકડી લીધું ને પછી તેના રસાવદાર રસાડી હોઠ મહેશના હોઠ સાથે બળપૂર્વક ભીડી જ દીધા.
બે ત્રણ મિનિટ આવા સ્વર્ગ સરખા સુખની ભીની ભીની આપ-લે થઈ. શાંતુએ તો મહેશના હોઠને રીતસર ક્યાંય સુધી ચુસ્યા કર્યા. અને સાદા વાઈ. પછી બે-ચાર વાર મધ મીઠા એવા ચૂમકારા સાથે શાંતુ હવે મહેશ પાસેથી દૂર થઈ ગઈ. ને પછી તરત થાળી લઈને તે રસોડા તરફ ચાલી ગઈ.
જે સુખની પ્રાપ્તિ માટે તીવ્ર ઝંખના તડપતી હોય અને એવી એ ઝંખના પૂરી કરનાર વ્યક્તિને તો સો સો સલામ કરવાનું મન થઈ આવે. સલામ કરવી જ પડે. એવું વિચારીને જ શાંતુએ અનેક આવેગ સાથે અત્યારે તેના હોઠ મહેશના હોઠ સાથે ભેગા મેળવીને રસલીન કર્યા હતા. આવું કરતાની સાથે એ સમયે પણ શાંતુના શરીરમાં ખૂબ જ ગરમી ઉત્પન્ન થઈ હતી. પરંતુ આવા વખતે શું કરવું ? એટલે તો તે સાવ ખામોશ જ રહી.
માનવ માત્રની આ એક ખરી ખાસિયત છે: એક ઈચ્છા માંડ માંડ પૂરી થાય એટલે તરત જ બીજી ઈચ્છા જન્મ લઈ જ લે, બીજી ઈચ્છા પૂરી થાય એટલે તરત જ ત્રીજી ઈચ્છા, એ જ રીતે ચોથી અને એમ જ પાંચમી… સાચું સાચું તો મૃત્યુપર્યંત થતું રહે છે. પરંતુ આવી ઉત્પન્ન થતી ઈચ્છાઓને શરૂ આતમાં જ મારી નાખવા માટે માનવ જો પ્રથમથી પ્રયત્ન કરે તો… પરિણામ હકારાત્મક આવે છે. નહીંતર પછી આવનારા અણધાર્યા બનાવો સામે લડવા માટે હંમેશાં તૈયાર તો રહેવું જ પડે…
હવે રસોડામાં આવીને શાંતુએ નળ ચાલુ કરી તેના ભીના ભીના હોઠને ઘસીને સાફ કર્યા. જેવું પાણી તેના કોમળ અંગને અડક્યું ત્યાં તો તેના શરીરના દરેક નાજુક અવયવો આપોઆપ તંગ થઈ ગયાં. કંઈ કારણે કેમ… એ જ એ અંગો પણ પાણી વગર જ ભીનાં ભીનાં થઈ ગયાં ને જાણે નીતરવા લાગ્યાં. આવું અલૌકિક પરમસુખ પ્રાપ્ત થતાં થોડી ક્ષણો તો શાંતુને જાણે સ્વર્ગ જેવું સુખ પ્રાપ્ત થયું. એટલે તો તેણે તેની આંખો પણ બંધ કરી દીધી હતી. સ્વાસ્થ્ય નહીં ને સાચે જ આવું થતાં શાંતુને ખૂબ ખૂબ ગમ્યું. (ક્રમશઃ)