પોરબંદર લોકસભા સીટના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડા. મનસુખ માંડવિયા તારીખ ૨૬ અને ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૭ના રોજ પોતાના મતવિસ્તારની મુલાકાતે આવી રહ્યા છે અને આ દરમિયાન અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રથમ દિવસે સવારે ૧૧ વાગે ગોંડલની મહારાજા ભગવતસિંહજી આટ્‌ર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાશે ત્યારબાદ બપોરે ગોરસ કાર્યાલયની મુલાકાત લેશે. બીજા દિવસે સવારે ખોડલધામ, કાગવડ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમમાં હાજરી આપશે અને ત્યારબાદ અનીડા આયુર્વેદ સંસ્થાનનું ઉદ્ધાટન કરાશે.ડૈયા ગામ, ગ્રાફુડા, આંબરડી અને કોલીયડ ખાતે ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમો પણ યોજાનાર છે. છેલ્લે વાળધરી આશ્રમ ખાતે રામદેવપીર મંદિરની મુલાકાત લઈ રવાના થશે.