કે.કે. હાઈસ્કૂલ, સાવરકુંડલાના NSS યુનિટ દ્વારા અર્બન ફોરેસ્ટ સેન્ટર ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. વિદ્યાર્થીઓમાં પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક જવાબદારીની ભાવના કેળવવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં NSS સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કર્યું હતું. વિદ્યાર્થીઓએ અર્બન ફોરેસ્ટ પરિસરમાંથી પ્લાસ્ટિક અને કચરો એકત્રિત કરી સફાઈ કરી હતી. આ દરમિયાન
વૃક્ષોનું જતન કરવા તેમજ જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આચાર્ય ચેતનકુમાર ગુજરીયાના માર્ગદર્શન હેઠળ અને અર્બન ફોરેસ્ટ સેન્ટરના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો. NSS પ્રોગ્રામ ઓફિસર વિપુલભાઈ દવેએ સંચાલન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ‘સ્વચ્છતા એ જ સેવા’નો સંદેશ આપ્યો હતો.