દિવાળીના તહેવાર દરમિયાન સાવરકુંડલા સબ ડિવિઝન હેઠળના સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં હંગામી ફટાકડાનું વેચાણ કરવા ઇચ્છુક વેપારીઓએ લાયસન્સ મેળવવા તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે. ફટાકડાના વેચાણ સ્થળે રહેણાંક મકાન તથા અન્ય સ્થળોથી ઓછામાં ઓછું ૫૦ મીટરનું અંતર જાળવવું પડશે. તેમજ જ્વલનશીલ પદાર્થોથી સુરક્ષિત સ્થળે સ્ટોલની વ્યવસ્થા કરવી પડશે. લાયસન્સ માટે ફોર્મ નં. એ.ઈ.-૦૫માં અરજી કરી સ્થળનો નકશો, માલિકી અથવા ભાડા હક્કના પુરાવા તથા અન્ય જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. અરજી પર રૂ.૩ની કોર્ટ ફી સ્ટેમ્પ તથા રૂ.૯૦૦ની લાયસન્સ ફીની ચલણ નકલ જોડવાની રહેશે. બ્લુપ્રિન્ટ નકશો ત્રણ નકલમાં રજૂ કરવાનો રહેશે. અધૂરી અરજી ધ્યાને લેવામાં નહીં આવે.