સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૬-૨૭ સીઝન ૧૪ નવેમ્બરના રોજ શરૂ થઈ હતી. જ્યારે યુવા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી, જે પહેલીવાર બિહાર ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા, સૌરાષ્ટÙ સામે ટોસ માટે મેદાનમાં ઉતર્યા, ત્યારે તેમણે ટી ૨૦ ક્રિકેટમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. વૈભવ સૂર્યવંશી હવે વિશ્વ ક્રિકેટમાં ટી ૨૦ ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ કરનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે, તેણે ક્રોએશિયાના જેક વુકુસિકનો રેકોર્ડ તોડ્યો છે. જાકે, વૈભવ સૂર્યવંશીનું બેટિંગ પ્રદર્શન ખરાબ રહ્યું હતું, કારણ કે તે ૧૨ બોલમાં ૧૮ રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો.
જ્યારે બિહારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૬-૨૭ માટે તેની ટીમની જાહેરાત કરી, ત્યારે તેમણે વૈભવ સૂર્યવંશીને કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય લઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ૧૫ વર્ષ અને ૨૩૨ દિવસની ઉંમરે કેપ્ટનશીપ ડેબ્યૂ કરતા વૈભવ સૂર્યવંશીએ ક્રોએશિયાના જેક વુકુસિકનો રેકોર્ડ તોડ્યો, જેમણે ગયા વર્ષે ૧૭ વર્ષ અને ૩૧૧ દિવસની ઉંમરે સાયપ્રસ સામે ટી ૨૦ ફોર્મેટમાં પહેલી વાર કેપ્ટનશીપ સંભાળી હતી. વૈભવે હવે આ રેકોર્ડ તોડીને તેને પોતાનો બનાવી લીધો છે. વૈભવ પહેલા, ભારતીય ઘરેલુ ક્રિકેટમાં ટી ૨૦ ફોર્મેટમાં સૌથી નાની ઉંમરના કેપ્ટનનો રેકોર્ડ મહિપાલ લોમરોરના નામે હતો, જેમણે ૧૮ વર્ષ અને ૬૭ દિવસની ઉંમરે ૨૦૧૮ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રાજસ્થાનનું નેતૃત્વ કર્યું હતું.
વૈભવ સૂર્યવંશીને ફક્ત એક જ મેચ માટે કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, બિહાર ક્રિકેટ એસોસિએશનના મુખ્ય પસંદગીકાર હરવિંદર સિંહે પુષ્ટિ આપી હતી કે વૈભવ ફક્ત પ્રથમ મેચમાં જ ટીમનું નેતૃત્વ કરવા માટે ઉપલબ્ધ હતો, તેથી આ જવાબદારી. તેમના ગયા પછી, ઉપ-કેપ્ટન સૂરજ કશ્યપ ટીમનું નેતૃત્વ સંભાળશે. વૈભવ ફક્ત પ્રથમ મેચ રમી શકશે, કારણ કે તે પછી ભારત ‘એ’ ટીમ માટે ઇમ‹જગ એશિયા કપમાં રમવા માટે કતાર જશે.





































