સાવરકુંડલાના દોલતી ગામે બુટભવાની માતાજીના મઢમાંથી ચાંદીના છત્રની ચોરી થઈ હતી. બનાવ અંગે મનસુખભાઈ રામભાઈ મોલાડિયાએ (ઉ.વ.૫૫) રાધેશ્યામભાઈ ભરતભાઈ દુધરેજીયા સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, તા. ૨૮-૦૬-૨૦૨૬ના આશરે સાડા સાતેક વાગ્યાથી તા. ૨૯-૦૬-૨૦૨૬ના સવારના આશરે આઠેક વાગ્યા દરમિયાન તેમના મોલાડિયા પરિવારના કુળદેવી બુટભવાની માતાજીના મઢમાં આરોપીએ રાત્રિના સમયે પ્રવેશ કર્યો હતો. આરોપી માતાજીના મઢમાં શ્રધ્ધાળુઓએ માનતાના ચડાવેલા આશરે રૂ. ૭૨,૦૦૦ની કિંમતના નાના-મોટા ૩૫ જેટલાં ચાંદીના છત્ર ચોરીને લઈ ગયો હતો.આ મામલે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. એસ. એ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.








































