દામનગરના ખેડૂતને વીડિયો કોલમાં સ્ક્રીન શેર કરવી ભાડે પડી હતી. તેમના ખાતામાંથી રૂ. ૩.૧૮ લાખ ઉપડી ગયા હતા. બનાવ અંગે નાગજીભાઈ પુનાભાઈ બુધેલીયા (ઉ.વ. ૬૬)એ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓએ તેમને વીડિયો કોલ કરી “ગુજરાત એનર્જી ગેસમાંથી બોલું છું” તેમ કહી ગેસનું બિલ અપડેટ કરવાની ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ તેમના અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના એ.ટી.એમ. કાર્ડની માહિતી મેળવી અને વીડિયો કોલ ચાલુ રખાવી સ્ક્રીન શેર કરાવી હતી. આ રીતે
ઓ.ટી.પી. મેળવીને બેંક એકાઉન્ટનું એક્સેસ મેળવી તેમના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. ૩,૧૮,૦૦૦ ઉપાડી લીધા હતા. દામનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.જી. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.







































