સાવરકુંડલા ખાતે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ચંદ્રકલા નાગોરીની અધ્યક્ષતામાં યુથ કોંગ્રેસની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાવરકુંડલા-લીલીયા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ વનરાજ ખંઢેલા, NSUI પ્રમુખ જય ડાભી સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંગઠનને બૂથ સ્તરે મજબૂત બનાવવા તથા આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.






































