સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે જલજિલણી (પરિવર્તિની) એકાદશી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક ઉત્સવ નિમિત્તે ગામમાંથી વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી લોકો એકઠા થઈને ઉત્સાહભેર જોડાયા હતા અને પર્વની પરંપરાગત રીતિ-રિવાજ મુજબ ઉજવણી કરી હતી.
આ પ્રસંગે ગામમાં આવેલા રામજી મંદિર, સ્વામિનારાયણ મંદિર તેમજ આપા ગીગાની જગ્યા ખાતે બિરાજમાન ભગવાન બાળ કૃષ્ણને ઝૂલામાં પધરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગ્રામજનો દ્વારા ગામ પાસેથી પસાર થતી દેદુમલ નદીના પવિત્ર નીરમાં પ્રભુને સ્નાનવિધિ કરાવવા માટે રજવાડી ઠાઠ સાથે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયંભૂ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોડાઈને ધન્યતા અનુભવી હતી.