અમરેલીમાં પતિને મરવા મજબૂર કરનારા બે ઈસમો સામે પત્નીએ ફરિયાદ નોંધાવી હતી. દર્શનાબેન રવિન્દ્રભાઈ ઉર્ફે રવીભાઈ ઠુંમર (ઉ.વ.૪૧)એ ઉદયભાઈ મનુભાઈ ધાનાણી તથા નાગનાથ મેડિકલના કેવલભાઈ કાંતિભાઈ ગળથીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પતિ આરોપી ઉદયભાઈ ધાનાણી સાથે શ્યામ સુંદર ગ્રુપમાં કામ કરતા હતા તે દરમિયાનના ૪૦-૪૫ લાખ રૂપિયા લેવાના હતા. જે તેઓ આપતા નહોતા. ઉપરાંત કેવલભાઈ ગળથીયા પાસેથી પણ નાગનાથ મેડિકલની ભાગીદારીના પૈસા લેવાના નીકળતા હતા જે તેઓ પણ ચૂકવતા નહોતા. બીજી તરફ પતિએ જે લોકો પાસેથી પૈસા લીધા હતા તેઓ ઉઘરાણી કરતા હતા. જેના લીધે તેમના પતિએ આર્થિક સંકડામણમાં આવીને ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતાં સારવાર દરમિયાન મરણ પામ્યા હતા.





































