અમરેલીની કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓમાં સ્તન કેન્સર અંગે જાગૃતિ લાવવાના હેતુથી અવેરનેસ સેમિનાર યોજાયો હતો. શાંતાબા મેડિકલ કોલેજના ડા. સ્નેહલબેન વસૈયા તથા ડા. ક્રિષ્ટીબેન બાબરીયાએ સ્તન કેન્સરના જોખમી પરિબળો, પ્રારંભિક લક્ષણો,સ્વ-તપાસ અને સમયસર તબીબી તપાસ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કોઈપણ અસામાન્ય ફેરફાર જણાય તો વિલંબ કર્યા વિના તબીબી સલાહ લેવા તબીબોએ અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડા. એ.જી. પટેલ અને ડા. એ.બી. ગોરવાડીયાએ કર્યું હતું. એન.સી.સી. પ્રોગ્રામ ઓફિસર પ્રો. ડબ્લ્યુ.જી. વસાવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની સફળતા બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મનસુખભાઈ ધાનાણી, ચતુરભાઈ ખુંટએ અભિનંદન પાઠવ્યા હતા.









































