વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજુલા નગરપાલિકા દ્વારા ‘સેવા, સંસ્કૃતિ અને વિકસિત ભારતના સંકલ્પ’ની થીમ હેઠળ ‘આશીર્વાદના દીવા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરે સાંજે ૫ઃ૩૦ કલાકે નગરપાલિકાથી મારુતિધામ સુધી ભવ્ય રેલી યોજાશે. આ રેલીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાશે. રેલી પૂર્ણ થયા બાદ સાંજે ૭ઃ૦૦ કલાકે મારુતિધામ ખાતે મહાઆરતી યોજાશે. ત્યારબાદ સ્ટેજ કાર્યક્રમમાં ‘નમો સેવા’, ‘અનકહી કહાનીઓ’, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ભજન કાર્યક્રમ યોજાશે. ઉપસ્થિત તમામ લોકો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ તકે નાગરિકો, મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પ લેવામાં આવશે.







































