લાઠી તાલુકાના ભૂરખીયા ગામે આવેલ સ્વયં પ્રગટ ભૂરખીયા હનુમાનજી દાદાના મંદિરે તા. ૧૭ સપ્ટેમ્બર, ગુરુવારે સવારે ૮ થી બપોરે ૧૨ વાગ્યા સુધી ૧૦૨મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાશે. રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર, મુંબઈના આર્થિક સહયોગથી સુદર્શન નેત્રાલય, અમરેલી, લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી) અને ભૂરખીયા મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં મોતીયાના ઓપરેશન નિઃશુલ્ક કરી આપવામાં આવશે તેમજ નંબરના ચશ્મા રાહત ભાવે બનાવી આપવામાં આવશે. આધાર પુરાવા સાથે લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ સમયસર હાજર રહેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.