અમરેલીમાં એક પુરુષે માથાકૂટ કરવાની ના પાડતાં ઝપાઝપી કરીને છરીના ઘા ઝીંક્યા હતા તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે દિનેશભાઈ જયંતીભાઈ પરમાર (ઉ.વ.૫૦)એ દીપકભાઈ હસમુખભાઈ શાહ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાના ઘરની બહાર સરદાર ચોકમાં આવેલી પાનની દુકાને ગયા ત્યારે આરોપી ભિક્ષુક સાથે માથાકૂટ કરતો હતો. જેથી તેમણે આરોપીને તેની સાથે માથાકૂટ કરવાની ના પાડતાં બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને ઝપાઝપી કરી હતી. આરોપીએ પડખામાંથી છરી કાઢી બે ઘા માર્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. કે. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.








































