ચલાલા પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા અંદાજે રૂ. ૫ લાખની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ચલાલા પોલીસ સ્ટેશનના અલગ-અલગ ગુનાઓમાં કુલ ૨૩૦૪ બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. લાંબા સમયથી જપ્ત કરાયેલા આ દારૂનો કાયદેસરની પ્રક્રિયા મુજબ ધારી વહીવટી તંત્ર દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. દારૂના નાશની કામગીરી દરમિયાન ધારી પ્રાંત અધિકારી, એસ.પી., મામલતદાર તેમજ ચલાલા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. વહીવટી તંત્ર અને પોલીસની દેખરેખ હેઠળ જપ્ત કરાયેલા દારૂનો નાશ કરી સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કાયદાકીય નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.







































