ધારી શહેરમાં SBI પાસેથી બાઈક ચોરી કરીને ફરાર થઈ ગયેલા શખ્સને ધારી પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્‌યો છે. પોલીસે પાણીયા ગામ, તાલુકો ધારીના રહેવાસી કેતન મનસુખભાઈ ઝાલેરાની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ બાઈક ચોરી કરી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે ચોરાયેલું બાઈક કબજે લેવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અગાઉ પણ કોઈ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે અંગે ધારી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની કાર્યવાહીથી ચોરીના બનાવમાં મહત્વની સફળતા મળી છે.