અમરેલીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ.એ. ડોડિયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી અમરેલી કેમ્પસ તથા તેની આસપાસ ૫૦ મીટરની ત્રિજ્યામાં ઉપવાસ, ધરણા, કાર્યક્રમો અને સભાઓ યોજવા પર પ્રતિબંધ રહેશે. જાહેર સુલેહ-શાંતિ જોખમાય તેવા સૂત્રોચ્ચાર કરવા તેમજ અફવાઓ ફેલાવવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. કોઈ વ્યક્તિ લાઠી કે ઈજા પહોંચાડે તેવા હથિયાર સાથે પ્રવેશ કરી શકશે નહીં. વિસ્ફોટક, જ્વલનશીલ અથવા ઝેરી પદાર્થ રાખવા પર પણ પ્રતિબંધ રહેશે. હુકમ તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે અને ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.









































