રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે લીલીયા પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા વિસ્તારના વડીલો અને સિનિયર સિટીઝનોની રૂબરૂ મુલાકાત લઈને તેમની સાથે રાખડી બાંધીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન પોલીસ કર્મચારીઓએ વડીલોના હાથ પર રાખડી બાંધી તેમના સ્વાસ્થ્ય, સુખાકારી અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે વડીલોએ પણ પોલીસ કર્મચારીઓને આશીર્વાદ આપી તેમની આ માનવતાસભર કામગીરીને આવકારી હતી. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને તેમજ સમાજના વડીલો પોતાને સુરક્ષિત અનુભવે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયેલો હતો.






































