લીલીયા મોટામાં ધારાસભ્ય મહેશ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયેલી આ યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, પોલીસકર્મીઓ, હોમગાર્ડ જવાનો, સરકારી કર્મચારીઓ, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રાનો પ્રારંભ મામલતદાર કચેરી ખાતેથી થયો હતો. ત્યારબાદ પટેલ વાડી, સરદાર સર્કલ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ફરી મામલતદાર કચેરી ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ના નારાથી સમગ્ર લીલીયા ગુંજી ઉઠ્‌યું હતું. હાથમાં તિરંગો લહેરાવતા વિદ્યાર્થીઓ અને નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.