અમરેલીમાં એક યુવકને શેરીમાંથી નાકળવાનું નહીં કહીને ગાળો બાલી, ધમકી આપવામાં આવી હતી. આ અંગે દિલીપભાઇ મીઠાભાઇ મકવાણા (ઉ.વ.૩૪ )એ પારૂલબેન સોલંકી, હરેશભાઇ સોલંકી, વિનુભાઇ મિસ્ત્રી તથા રાજ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ પોતાની મોટર સાયકલ ચલાવી અમરેલી જેસીંગપરા શેરી નં.૫માં પારૂલબેન સોલંકીના ઘર પાસેથી નીકળ્યા ત્યારે આરોપીઓએ તેમને ઉભા રખાવ્યા હતા. આ શેરીમાંથી નીકળવાનુ નહી તેમ કહી જેમફાવે તેમ ભુડીં ગાળો આપી હતી. હરેશભાઇ,વિનુભાઇ તથા રાજભાઇ આ ત્રણેયે લાકડી વડે તેમને માર મારી ડાબા હાથે વચલી આંગળીએ તથા કાંડાની ઉપરના ભાગે ઇજા કરી લોહી કાઢ્યું હતું. તેમજ પારૂલબેને ભુંડી ગાળો આપી હતી. ચારેયે જણાએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.