વડીયાના દડવા રાંદલ ગામેથી સગીરાનું રાજકોટના જેતપુર તાલુકાનો યુવક લગ્નની લાલચ આપી, બદકામ કરવાના ઈરાદે અપહરણ કરીને લઈ ગયો હતો. બનાવ અંગે સગીરાના પિતાએ મૂળ જેતપુરના ખારસીયા ગામના અને હાલ રાજકોટ રહેતા રોહીત ઉર્ફે અજયભાઈ બાબુભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી તેમની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી, લગ્ન કરવાના તથા બદકામ કરવાના ઈરાદે તેમના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હતો. આ અંગે વડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી આઈ પી.ડી. ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.