બાબરાના કીડી ગામના યુવક સામે સગીરાનું બદકામના ઈરાદે અપહરણ કરવાની ફરિયાદ નોંધાઈ છે. મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને શીરવાણીયા ગામની સીમમાં ખેતમજૂરી કરતા સગીરાના પિતાએ કીડી ગામના પરેશભાઈ હિંમતભાઈ ગોલાણી સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેઓ બાબરા ખાતે ખરીદી કરવા તથા અલગ-અલગ જગ્યાએ મજૂરીકામ કરવા જતા હતા, તે દરમિયાન આરોપી અવારનવાર તેમની વાડીએ આવતો હતો. આરોપીએ સગીર દીકરી પર બળજબરીથી અવારનવાર શારીરિક સંબંધ બાંધી જાતીય દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત, આરોપીએ લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને બદકામ કરવાના ઈરાદાથી સગીરાનું વાલીપણામાંથી અપહરણ કર્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.આર. પરમાર વધુ તપાસ ચલાવી રહ્યા છે.