ગારિયાધારમાં પતિએ પત્નીને ગાળો બોલી ઢીંકાપાટુ માર્યા હતા. આ અંગે સાવરકુંડલામાં રહેતા ફાતેમાબેન સબીરશા ખોખર (ઉ.વ.૩૦)એ ગારિયાધારમાં રહેતા રિજવાનભાઇ રૂસ્તમભાઇ શેખ સામે ફરિયાદ કરી હતી. જે મુજબ આરોપી પતિએ તેને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો, તેમજ ઘરકામ અને કરિયાવર બાબતે મેણા-ટોણા મારી, ગાળો બોલી શરીરે ઢીંકાપાટુનો મૂંઢમાર માર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કેતનભાઇ દેવજીભાઇ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































