જાફરાબાદના ટીંબી નવાપરા વિસ્તારમાં રહેતા ભરતભાઈ માધુભાઈ બાંભણીયા (ઉ.વ.૩૪)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ટીંબી મેલડી માતાના મંદિરથી આગળ આવેલા સંજયભાઇ રામજીભાઇ પરમારના હીરાના કારખાના સામે જાહેર રોડની સાઇડમાં પાર્ક કરેલી કાળા કલરની તેમની મોટરસાયકલ અજાણ્યો ચોર ચોરી કરી ગયો હતો. જેની પોલીસ ચોપડે કિંમત રૂ. ૭૦ હજાર જાહેર થઈ હતી. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી. એન. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.