અમરેલી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. ચમારડી ગામથી વલારડી ગામે જતા રસ્તે આવેલ પાતાદાદાના મંદિર પાસેથી દેશી દારૂની ખેપ ઝડપાઈ હતી. પરેશભાઈ માવજીભાઈ વેકરિયા (ઉં.વ.૨૯) તથા મનુભાઈ પોલાભાઈ વણોદિયા (ઉં.વ.૪૦) મોટરસાઇકલ લઈને નીકળતા પોલીસે તેમને અટકાવી તલાશી લીધી હતી, જેમાંથી ૧૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ. ૩૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ સિવાય ભુખલી સાથળી ગામેથી ૨ લીટર, ચાંદગઢ ગામેથી ૨ લીટર તથા વાંકિયા ગામેથી ૫ લીટર દેશી દારૂ પકડાયો હતો. તેમજ જિલ્લામાં વિવિધ સ્થળોએથી ૮ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં રખડતા મળી આવ્યા હતા.








































