લાઠીના નાના રાજકોટ ગામેથી PVC પાઈપ અને પાણીની મોટરની ચોરી થઈ હતી. આ અંગે સંજયભાઈ મેહુલભાઈ સોરઠીયા (ઉ.વ. ૪૨)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની દુકાન ઉપર રાખેલા પીવીસી પાઈપ તથા દુકાનની બાજુમાં રાખેલી પાણી ખેંચવાની મોટરની ચોરી થઈ હતી. બંને મુદ્દામાલની કિંમત રૂ. ૩,૨૦૦ જાહેર થઈ હતી.








































