લાઠીના હાવતડ ગામે વૃધ્ધાનું ગળું દબાવી સોનાના બુટીયાં ચોરી ફરાર થઈ ગયો હતો. ઉપરાંત જાનથી મારવાની પણ ધમકી આપી હતી. આ અંગે શાંતુબેન કાનજીભાઇ કેવડીયા (ઉ.વ.૮૦)એ તેમના જ ગામના મીત જસવંતભાઇ દેવાણી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપી તેમના ઘરની દીવાલ કૂદી ઘરમાં આવ્યો હતો. જે બાદ તેમને છાતીના ભાગે ઢીકો મારી, પછાડી દઇ તેમની ઉપર બેસી ગળું દબાવી ઇજા કરી હતી. તેમજ કાનમાં પહેરેલા સોનાની સરવાળા બન્ને બુટીયાં લુંટી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. આ બુટીયાંની કિંમત એક લાખ રૂપિયા જાહેર થઈ હતી.







































