ધારી તાલુકાના દલખાણીયા ગામે આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ સમાજના સર્વાંગી વિકાસ માટે સૌને એકજૂટ થવા આહ્વાન કરી વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ, લોકજીવન અને વારસાને જાળવી રાખવા અંગે સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત સમાજના હક્કો, શિક્ષણ, રોજગાર અને વિકાસના મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી, તેમજ પરંપરાગત વેશભૂષા, લોકગીતો અને નૃત્યો જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સમગ્ર આયોજન આનંદ અને ઉત્સાહના માહોલમાં સંપન્ન થયું હતું.