અમરેલીની જિલ્લા જેલમાં કાચા કામના કેદીને સર્પે દંશ માર્યો હતો. નિર્દોષ શીવલાલભાઈ સોમાણી (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, તેઓ અમરેલી જિલ્લા જેલ ખાતે કાચા કામના કેદી તરીકે હતા.
બેરેક નંબર ૧૦માં સફાઈ કામ કરી બેરેકની પાછળના ભાગે કચરો નાંખવા ગયા ત્યારે ખડમાંથી ડાબા પગની પેનીના ભાગે ઝેરી સાપ કરડી ગયો હતો.
અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન વી લંગાળીયા વધુ તપાસ કરી રહ્યા છે.





































