લીલીયા મોટા તાલુકા પંચાયતના સદસ્યા વનિતાબેન ભાલાળાએ માર્ગ અને મકાન વિભાગને નાવલી બજારના રોડના તાત્કાલિક રિપેરિંગ માટે પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે લીલીયામાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા બાદ તાલુકાનો મુખ્ય માર્ગ ગણાતો નાવલી બજારનો રોડ ભારે વરસાદ અને બે-ત્રણ વખત આવેલા પૂરના પાણીથી અત્યંત બિસ્માર બની ગયો છે. રોડ પર મોટા ખાડા અને કડા પડી જતા વાહનચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ભરાઈ જતા ખાડા દેખાતા ન હોવાથી અકસ્માતનો ભય પણ ઉભો થયો છે. કોઈ જાનહાનિ થાય તે પહેલાં તાત્કાલિક રોડનું રિપેરિંગ કરવાની માંગ ઉઠી છે.







































