અમદાવાદ ખાતે તાજેતરમાં યોજાયેલી ૬૨મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં રાજ્યભરના પ્રતિભાશાળી શૂટર્સ વચ્ચે અમરેલીના શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ, વિદ્યાસભા, અમરેલીની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોટ્‌ર્સ સ્કૂલના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં ગજેરા કેમ્પસના ખેલાડીઓએ કુલ ૧૧ મેડલ પ્રાપ્ત કર્યા હતા, ખેલાડીઓએ કોચ પુલકિતા નિમ્બાવાલા તથા ટ્રેનર હેમેન્દ્રભાઈ ઝાલાના માર્ગદર્શનમાં આ સફળતા હાંસલ કરી છે. આ સિધ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિજેતા ખેલાડીઓ, કોચ અને ટ્રેનરને અભિનંદન પાઠવીને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.