ગોપાલગ્રામ અને નજીકના વિસ્તાર મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ટીમે ૧૦૩૫ ઘરોની મુલાકાત લીધી હતી. તાવના ૧૧ દર્દીઓ ના બ્લડ સેમ્પલ લીધા અને દવા આપી. પાણીના ૫૨ ખાડામા ડાયફ્લુબેન્ઝુરોન દવા છાંટી તથા એબેટ નો ઉપયોગ કરી ગપ્પી માછલી છોડી હતી. આરોગ્ય ખાતા એ લોકોને પાણી ભરાય નહિ તે ધ્યાન રાખવા અને તાવ આવે તો તુરંત તપાસ કરાવવા અપીલ કરી છે.








































