થાનગઢ ખાતે આવેલા જોગ ધ્યાનપુરા આશ્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન સંગઠનના વિસ્તરણ, આગામી કાર્યક્રમો તેમજ વિવિધ સંગઠનાત્મક વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રાંત અને અમરેલી જિલ્લાની નવી જવાબદારીઓની જાહેરાત કરવામાં આવી હતી. પ્રાંત સત્સંગ સંયોજિકા તરીકે રમીલાબેન પટોળીયાની નિમણૂક કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા સહમંત્રી તરીકે રશ્મિનભાઈ ત્રિવેદી, મનુભાઈ અસલાલીયા અને ગોરધનભાઈ ગેડીયા, ઉપાધ્યક્ષ તરીકે રવિરાજભાઈ શેખવા, ઉપાધ્યક્ષા તરીકે ડો. ગોપીબેન રાઠોડ તેમજ વિશેષ સંપર્ક પ્રમુખ ઈતેશભાઈ મહેતા, વિધિ પ્રકોસ્ટ યુવરાજભાઈ પલવાર, દુર્ગા વાહિની સયોજિકા ગોપીબેન ચાવડા, દુર્ગા વાહિની સહ સયોજીકા હિરલબા વાળા સહિત અન્ય વિવિધ હોદ્દાઓ પર નિમણૂકો જાહેર કરાઈ હતી. નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવી સંગઠનના ધ્યેયોને વધુ વેગ આપવા શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ વિજયભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સેવા, સંસ્કાર, સમરસતા અને હિન્દુ સમાજના હિતના કાર્યોને વધુ ગતિશીલ બનાવવા તમામ કાર્યકર્તાઓએ સમર્પિત ભાવથી કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.









































