લાઠી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ અને અમરેલી જિલ્લા લીગલ સેવા ઓથોરિટીના સંકલનથી દામનગરની દહીંથરા પ્રાથમિક શાળા ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર યોજાઈ હતી. નાલસા જાગૃતિ યોજના અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં દામનગર હોમગાર્ડ કમાન્ડર નરેશભાઈ રાજ્યગુરુ, આચાર્ય દેવીલાલ, શિક્ષક સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિબિરમાં વિદ્યાર્થીઓને સરળ ભાષામાં કાયદાકીય બાબતો, રોજિંદી નાની-નાની કાનૂની જોગવાઈઓ અને વિવિધ પ્રકારના ગુનાઓ સામે સતર્ક રહીને જાગૃત બનવા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.