ખાંભાના મોટા સમઢીયાળા ગામે રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા યુવકને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે તોસીકભાઇ રહીમભાઇ રાઠોડ (ઉ.વ.૩૨)એ તુષારભાઇ કેસરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના મોબાઈલ પર આરોપીએ ફોન કરી ટાંટિયા ભાંગવાની તેમજ માર મારવાની ગર્ભિત ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. કે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.