અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દેવળા ગામ નજીક વરસાદી માહોલ વચ્ચે સિંહે વાછરડાનો શિકાર કરવાની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા એક જનરલ સ્ટોર્સના છાપરા નીચે આશ્રય લઈ ઊભેલા વાછરડા પર સિંહે અચાનક હુમલો કરી તેને મારી નાખ્યું હતું. ગણતરીની સેકન્ડોમાં જ સિંહ દ્વારા કરવામાં આવેલા આ શિકારની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલ આ લાઈવ શિકારનો આઘાતજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર ધારી પંથકના ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે દહેશત વ્યાપી ગઈ છે.








































