અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરીને કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલા કેદીઓને પકડી પાડવા અંગે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે એલ.સી.બી. ટીમે ચલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિત ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળના ગુનામાં પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા આરોપીને બાતમી અને ટેકનીકલ સોર્સના આધારે પકડી પાડ્યો છે. પકડાયેલ આરોપીની ઓળખ મિલનભાઇ જવેરભાઇ ભાલીયા (ઉંમર વર્ષ ૨૧, રહે. મેથળા, તા. તળાજા, જિ. ભાવનગર) તરીકે થઈ છે. એલ.સી.બી. ટીમે આરોપીને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપ્યો છે.










































