અમરેલી જિલ્લામાં વોરંટના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ખાસ ઝુંબેશ અંતર્ગત બાબરા પોલીસ ટીમે સફળ કામગીરી કરી છે. ભાવનગર રેન્જ આઇ.જી.પી. આર.વી. અસારી તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના મુજબ, બાબરા પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.આર. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ અને માનવ સોર્સના આધારે દરોડો પાડ્‌યો હતો. પોલીસે નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ (ફૌજદારી કેસ નં. ૭૪૪/૨૦૨૩) હેઠળ બાબરા કોર્ટના સજા વોરંટના આરોપી એભલભાઇ મેરામભાઇ ડાંગર (રહે. દરેડ, તા. બાબરા)ને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.