ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં અંદાજે ૩ ઇંચ વરસાદ પડતા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે, જેના પગલે ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાલની સ્થિતિ મુજબ ડેડીયાપાડા અને સાગબારા તરફ જવાના લગભગ તમામ માર્ગો અસરગ્રસ્ત બન્યા છે. નદી-નાળા ઉફાન પર હોવાથી તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે.ર્મ્ઙ્ઘઅઃઉપરવાસના ભારે વરસાદે નર્મદા જિલ્લામાં તબાહી મચાવી છે. ભરૂચ–નર્મદા બોર્ડર પર આવેલી મોહન નદી ગાંડીતૂર બની છે, જેના કારણે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
મોહન નદીમાં સિઝનનું પ્રથમ પૂર આવતા ગારદા–મોટા જાંબુડા માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નદીના પ્રચંડ પ્રવાહને કારણે લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ, નોકરીયાતો તેમજ દૈનિક મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.ડેડીયાપાડાથી મુવી જતો મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયો છે. નવા પુલના નિર્માણ દરમિયાન બનાવવામાં આવેલો પાકો ડાયવર્ઝન માર્ગ પૂરના પાણીમાં ધોવાઈ ગયો છે, જ્યારે નવો બ્રિજ હજુ સુધી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો નથી. જેના કારણે રાજપીપળાથી ડેડીયાપાડા અને આગળ મહારાષ્ટÙ તરફનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થયો છે.બીજી તરફ, ડેડીયાપાડા–સાગબારા વિસ્તારમાં પણ ભારે વરસાદે ભારે નુકસાન સર્જ્યું છે. ચિકડા તાલુકાના ઉમરાણ ગામે બનાવવામાં આવેલ ડાયવર્ઝન ધોવાઈ જતાં ૭ ગામોના લોકોનો સંપર્ક તૂટી ગયો છે અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉપરવાસમાં સતત વરસાદને કારણે કરજણ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ છે. ડેમનું રૂલ લેવલ જાળવવા માટે બપોરે ૧૨ વાગ્યે ડેમના ૨ દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલમાં બંને દરવાજા ૨.૬૦ મીટર સુધી ખોલીને કુલ ૩૨,૪૬૪ ક્યુસિક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ કરજણ ડેમની સપાટી ૧૦૬.૨૨ મીટર નોંધાઈ છે.










































